સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સોક્રેટિસ/તો મારો જવાબ છે—

From Ekatra Wiki
Jump to navigation Jump to search


જો તમે મને એમ કહેશો કે, તમને એક શરતે છોડી શકીએ અને તે એ કે તમારે ક્યારેય, કશા માટે, કોઈ પણ પ્રકારની ચર્ચાવિચારણા ન કરવી, ઊડા ઊતરી કશાનો તાગ મેળવવાનો પ્રયત્ન ન કરવો—આવી શરત પર તમે મને માફ કરવાના હો, તો મારો જવાબ છે: “જ્યાં સુધી મારામાં પ્રાણ છે, બળ છે, ત્યાં સુધી હું તત્ત્વજ્ઞાન શીખવવાનું ચૂકીશ નહીં; જેને મળીશ તેને બોધ આપીશ.”