સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/હરીન્દ્ર દવે/— એ જ રસ્તે

From Ekatra Wiki
Jump to navigation Jump to search


એક રાજાએ કોઈ મહાન ગણિતશાસ્ત્રીને કહ્યું : “મારા રાજકુમારને ગણિત શીખવવાનો કોઈ સહેલો રસ્તો બતાવો; તમને જોઈએ તે સંપત્તિ આપું.” ગણિતશાસ્ત્રીએ કહ્યું : “સંપત્તિ વડે તમારા રાજકુમારના એશઆરામનાં બેચાર વધુ સાધનો વસાવી શકાય, પણ ગણિત તો આપણો ગરીબમાં ગરીબ પ્રજાજન જે રસ્તે શીખે છે એ જ રસ્તે શીખી શકાય.