સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/હસિત બૂચ/દરબાર!

From Ekatra Wiki
Jump to navigation Jump to search



શિયાળે દરબાર ભર્યો છે,
સૌને તેડું આવ્યું છે!...
તાજાંમાજાં રીંગણ મ્હાલ્યાં,
રોફ મારતાં કોબિજ ચાલ્યાં;
લાલ ટમેટાં ફક્કડ ફાલ્યાં,
ખિલખિલ કરતાં ફ્લાવર હાલ્યાં;
સાફા લીલા બાંધી મૂળાભાઈનું
ધાડું આવ્યું છે!