સાહિત્ય પલ્લવ – ભાગ ૧/દત્તાત્રેય કાલેલકર

From Ekatra Foundation
Jump to navigation Jump to search
દત્તાત્રેય કાલેલકર

[કાકા કાલેલકર આપણા એક સમર્થ નિબંધકાર છે. તેમનું ‘સ્મરણયાત્રા’ તેમની બાલ્ય અને કિશોર અવસ્થાના અનેક રસિક પ્રસંગોની ફૂલગૂંથણીથી ભર્યું છે. આ પ્રકારનું એની બાજુએ મૂકી શકાય એવું બીજું પુસ્તક આપણા સાહિત્યમાંથી આપણને સહેજે નહિ મળે. ‘આક્કા’ એમાંનું એક સુન્દર પ્રકરણ છે. અતિ સ્વાભાવિક રીતે અને સરળતાથી કાકા સાહેબે એમાં પોતાની મોટી બહેનનું રેખાચિત્ર આપ્યું છે. એ વાંચતા જઈએ તેમ તેમ આક્કા તરફ આપણે પણ સમભાવ વધતો જાય છે. ઠરેલ, ડાહી, ઠાવકી અને મીઠી એવી મોટીબહેનનું અવસાન પણ લેખક વર્ણવે છે, અને એ સાથે ‘આક્કા’ની ખોટજાણે વાચકને પણ પડતી હોય એવી વાચકના મનમાં લાગણી જગાડવામાં લેખક સફળ થઈ શક્યા છે. આખું રેખાચિત્ર અતિ કોમળ લાગણીઓથી ભર્યું છે, અને જાણે કે એક ગદ્ય કાવ્ય ન હોય એવું લાગે છે. ‘સ્મરણયાત્રા’ તો સહુ કોઈએ વાંચવી જ જોઈએ, પણ એ સાથે ‘ઓતરાતી દીવાલો’ અને ‘હિમાલયનો પ્રવાસ’ નામનાં કાકાસાહેબનાં બીજાં બે પુસ્તકો પણ વાંચવાં જોઈએ.]