સાહિત્ય પલ્લવ – ભાગ ૧/નટવરલાલ બૂચ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
નટવરલાલ બૂચ

[‘ઉપવાસીના વિચારો’ અને ‘વહેલી ગાડીમાં જવા વિષે’ એ શ્રી. નટવરલાલ બૂચની હળવી કૃતિઓ છે. એમાં આપણા મનની એક સામાન્ય નબળાઈ ઉપર કટાક્ષ કરવામાં આવ્યો છે, અને એ કટાક્ષ લેખકે પોતાની જાત ઉપર જ વાપર્યો હોઈ એનું વાચન રસિક થઈ પડે છે એટલું જ નહિ, પણ એમાં રહેલો ડંખ કોઈને લાગતો નથી, અને છતાં એનું કથન સચોટ રહે છે. આ પ્રકારની સાહિત્યકૃતિઓ આપણે ત્યાં બહુ ઓછી લખાય છે એટલી આપણા સાહિત્યની ઊણપ લેખાવી જોઈએ. શ્રી. બૂચના ‘રામરોટી’ નામના સંગ્રહમાં તેમ જ શ્રી. જ્યોતીન્દ્ર દવે, શ્રી. ધનસુખલાલ મહેતા, શ્રી. રામનારાયણ પાઠક વગેરેનાં લખાણોમાંથી આ પ્રકારનું આપણું સાહિત્ય જોવાનું મળે છે તે અવશ્ય જોવા જેવું છે.]