સોરઠિયા દુહા/94

From Ekatra Foundation
Jump to navigation Jump to search


94

જોબન જાતે ચાર ગયાં, કહો સખિ કિયાં?
કાન, કેસાં, દો નેણાં, જગમગિયા દંતા.

હે સખિ! જોબનની સાથે સાથે કઈ ચાર વસ્તુઓ જતી રહી છે? કાન, કેશ, બે આંખો અને દાંત સરવા કાનમાં બહેરાપણું આવી ગયું, કાળા ભમ્મર વાળ ધોળા થઈ ગયા, આંખોનાં તેજ ઊંડાં ઊતરી ગયાં અને ઊજળા, ચકચકિત દાંત પડી ગયા.