સોરઠી સંતવાણી/જંગલ બીચ
Jump to navigation
Jump to search
જંગલ બીચ
સાંયા! મેં તો પકડી આંબલિયાની ડાળ રે,
જંગલ બીચમેં ખડી હો જી
સરોવર કાંઠે બેઠો એક બગલો
હંસલો જાણીને કર્યો મેં સંગ રે
મોઢામાં લીધેલ માછલી હો જી. — સાંયા.
ઊડી ગિયો હંસલો, ગાજે એની પાંખડી,
બાયું! મારો પિયુડો ગિયો પરદેશ રે
ફરુકે મારી આંખડી હો જી. — સાંયા.
બાઈ મીરાં ગૂંથે હાર, ફૂલ કેરા ગજરા,
બાયું! મારો શામળિયો રૂડો ભરથાર રે
બીજા રે વરની આંખડી હો જી. — સાંયા.
બાઈ મીરાં કે’છે પ્રભુ ગિરિધરના ગુણ વા’લા!
શરણુંમાં રાખો મારા શામ રે
ભજન કરીએં ભાવથી હો જી. — સાંયા.