સોરઠી સંતવાણી/ફૂલ કેરી પાંખડી

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ફૂલ કેરી પાંખડી

ભગતીનો મારગ રે, ફૂલ કેરી પાંખડી રે
સુંઘે તેને રે સવાદ. — ભગતીનો.
કરણીના પૂરા રે, શૂરા થૈ ચાલશે રે
કાયર ખાશે માર. — ભગતીનો.
ધરતીના ધીંગા રે પૂરા નર જે હશે
મરજીવા ખેલે રે મેદાન. — ભગતીનો.

સ્વાદને સુંઘ્યા રે ગોપીચંદ ભરથરી રે
જેને વનમાં ઊપજ્યો વેરાગ. — ભગતીનો.
ગુરુના પ્રતાપે રે જેઠીરામ બોલિયા રે
દેજો અમને સંત ચરણમાં વાસ. — ભગતીનો.