અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/કાયમઅલી હઝારી/જાહોજલાલી છે

Revision as of 08:29, 19 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|જાહોજલાલી છે|કાયમઅલી હઝારી}} <poem> મને તો એટલે આ પાયમાલી ખૂબ વ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


જાહોજલાલી છે

કાયમઅલી હઝારી

મને તો એટલે આ પાયમાલી ખૂબ વહાલી છે,
હકીકતમાં એ મારા પ્યારની જાહોજલાલી છે.

કપાયા હાથ આ જ્યારે, દીધાં ત્યારે હલેસાંઓ,
સમય તેં પણ ગજબની ચાલ મારી સાથ ચાલી છે.

નથી સંકેત ગાલો પર અમીરીની ગુલાબીનો,
હકીકતમાં એ દુનિયાના તમાચાઓની લાલી છે.

અરે સાકી! સુરાલય કાં ચલાવે તું ખુદા માફક?
પીધેલાના ભરેલા જામ ને પ્યાસાના ખાલી છે.

પિવાશે તો જ એ રંગત અનેરી લાવીને રહેશે,
જીવન પણ આમ તો કાયમ સુરાની એક પ્યાલી છે.
(આદમ ઈવનું પહેલું ચુંબન, પૃ. ૨૬)