અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નિરંજન યાજ્ઞિક /હવે

Revision as of 06:29, 20 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|હવે|નિરંજન યાજ્ઞિક}} <poem> ક્યાંક હળવું ક્યાંક મળવું ક્યાંક...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


હવે

નિરંજન યાજ્ઞિક

ક્યાંક હળવું ક્યાંક મળવું ક્યાંક ઝળહળવું હવે
ક્યાંક ભીની રેતમાં પગલાંનું ટળવળવું હવે

ક્યારનાં ટાંપી રહ્યાં શબ્દોને માટે ટેરવાં
ક્યાંક લીલા તૃણનું પથ્થર જેમ પાંગરવું હવે…

દૂર ટીંબે સૂર્યનાં કિરણોનું ડોકાવું જરા
પ્હાડમાં પથરાયેલા ધુમ્મસનું ઓગળવું હવે…

એક બાજુ હાથની નિસ્તેજ આંખો તગતગે
એક બાજુ શબ્દનું બેફામ વિસ્તરવું હવે…

રોજ ઘરની ચાર ભીંતોને ઉદાસી ઘેરતી
રોજ અવસાદી સ્વરોનું ઉંબરે ઢળવું હવે…
(સાત અક્ષર, ૧૯૯૩, પૃ. ૭૦)