અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મણિલાલ હ. પટેલ/પટલાણીનું ગીત

Revision as of 09:21, 20 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પટલાણીનું ગીત|મણિલાલ હ. પટેલ}} <poem> શમણાના આંગણમાં સોનેરી પં...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


પટલાણીનું ગીત

મણિલાલ હ. પટેલ

શમણાના આંગણમાં સોનેરી પંખીની જેમ મને પાળજો
સામે બેસાડી મને નિરાંતે ટગરીનાં ફૂલો સમ ન્યાળજો.
પે’લા વરસાદ પછી સુક્કાતી માચી છુંઃ
મારામાં બંધ હજી મ્હૉર્યા-ની મહેક
મોર મને ધારાનોય ગૂંથીને આપશોઃ
તો સાંભળશો સૂનમૂન ઢેલડીની ગહેક
ભીતરમાં જળભરી રેત નદી છુંઃ તમે વ્હાલપથી વીરડાઓ ગાળજો
સામે બેસાડી મને નિરાંતે ટગરીનાં ફૂલો સમ ન્યાળજો.
ઝાડવાંને જોઉં ને મારામાં થોકબંધ
લાલલીલાં પંખીઓ સીમભરી ગાતાં
શમણામાં શેઢો વીંટળાય મનેઃ
રોમરોમ મૉલભર્યા ખેતર લ્હેરાતાં
ઢાળિયાનાં પાણીની જેમ મને હળવેથી ક્યારામાં વાળજો
શમણાના આંગણમાં સોનેરી પંખીની જેમ મને પાળજો...
(ગુજરાત, દીપોત્સવી, ૨૦૬૦)