સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/જયન્ત પાઠક/ઠેલો
ઘૂઘવતાં પાણીમાં તરવાની વાત
પાર કરવાની વાત બધી મેલો;
પ્હાડો ને ઝાડો પછાડતી આ તાણ—
આ તો ઠેઠથી આવેલ કોઈ ઠેલો!
અંકાશી હાથ લિયે પ્રથમીને બાથ
તયેં અળગા રહેવાની વાત મેલો;
પ્રલ્લેનાં પૂર જાય દોડ્યાં ચકચૂર—
ભલે આપણોય ભવ જાય ભેળો!