ભરત વિંઝુડાની ગઝલસંપદા/આબાદી થઈ
૨૦
આબાદી થઈ
આબાદી થઈ
અરધી રાતે આઝાદી થઈ
એથી પુષ્કળ આબાદી થઈ
તુંય મને સંભારે છે ક્યાં
ક્ષણ એકે ના ઉન્માદી થઈ
મિત્ર નહીં ને શત્રુ પણ નહીં
સારું છે ના કંઈ યાદી થઈ
પોતાનું ઘર સળગાવ્યું તેં
બાજુમાં પણ બરબાદી થઈ
માત્ર તને રજૂઆત કરું છું
ક્યાં ઊભો છું ફરિયાદી થઈ?
(પ્રેમપત્રોની વાત પૂરી થઈ)