અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/હરીશ મીનાશ્રુ/વ્હાલેશરીનાં પદો ૧ (આજની ઘડી...)

Revision as of 06:06, 21 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|વ્હાલેશરીનાં પદો ૧ (આજની ઘડી...) |હરીશ મીનાશ્રુ}} <poem> :: આજની ઘડ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


વ્હાલેશરીનાં પદો ૧ (આજની ઘડી...)

હરીશ મીનાશ્રુ

આજની ઘડી તે રળિયામણી હો જી
માઘ મહીં માંગી વ્હાલેશરીએ પડવાથી
પૂનમ લગીની પ્હેરામણી હોજી

પાંદડાં ખરે છે એ તો ઝાડની કટેવ, પાંચ
પોપટા ઊડે તો કહું પાનખર
હરિરસઘેલી વસંત વંન મેલીને
બેઠી જીભલડીના પાન પર

ચુંબનવિભોર હોઠ વંઠેલા દીસે છે
કેમ કરી ગાશું વધામણી હો જી
ઝાંઝર માગું તો લાવે તુલસીની માંજર શું
મઘમઘતું હેમનું ઘરેણું
અણવટ માગું તો ઘરે બંશીવટ, લોળિયાની
લ્હાયમાં વજાડી રહે વેણુ

લટકાવી રાતી ચણોઠડીની લૂમ, હરિ
લટકે ફંજેટી દિયે દામણી હો જી