અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/યજ્ઞેશ દવે/ત્રણ ચિલિકા-ચિત્રો, ૩. જળરૂપસી
Revision as of 07:39, 21 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ત્રણ ચિલિકા-ચિત્રો, ૩. જળરૂપસી|યજ્ઞેશ દવે}} <poem> નિઃસ્તરંગ જળ...")
ત્રણ ચિલિકા-ચિત્રો, ૩. જળરૂપસી
યજ્ઞેશ દવે
નિઃસ્તરંગ જળઆરસી
નીલનભ ઝૂકે જોવા મુખ
ના પ્રક્ષોભ ના કંપ
ના આછાય તરંગ
ઢળકતી ડોકે સૂતી હજારો જાણે જળઆરસી
પવને આવી હળવેથી આવી જળકેશમાં
આંગળીઓ પસારી જરી જગાડી
હળવે થપથપાવી ઢંઢોળી જળરૂપસી.
અંગઅંગ કંપી, થરકી, સ્હેજ મરકી
જરી ઝલમલી
પવનના શાંત ખોળામાં
ફરી સૂતી જળરૂપસી.
નવનીત સમર્પણ, નવેમ્બર