અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/યશવંત વાઘેલા/શું રચાશે?

Revision as of 09:14, 21 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|શું રચાશે?| યશવંત વાઘેલા}} <poem> હે વાલ્મીકિ! એક પારધી દ્વારા ક...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


શું રચાશે?

યશવંત વાઘેલા

હે વાલ્મીકિ!
એક પારધી દ્વારા
ક્રૌંચ પક્ષીની હત્યાથી
તમારો શોક
શ્લોકત્વ પામ્યો,
અને રચાયું રામાયણ...
પણ,
અમારી
રોજની
આ ચીસ
અને... ચિચિયારીઓમાંથી
શું રચાશે?