અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ચંદ્રેશ મકવાણા નારાજ'/ચિચિયારીઓનાં ટોળાં

Revision as of 11:08, 22 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ચિચિયારીઓનાં ટોળાં|ચંદ્રેશ મકવાણા નારાજ'}} <poem> હફાક દઈને હ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


ચિચિયારીઓનાં ટોળાં

ચંદ્રેશ મકવાણા નારાજ'

હફાક દઈને હડી કાઢતાં ભાગ્યાં પંખી ભોળાં,
આમ અચાનક ટપક્યાં ક્યાંથી ચિચિયારીના ટોળાં?

પથ્થરથી પથ્થર અફડાયાં
ધડામ દઈને એવા
ક્યાંક કોઈના મોભ તૂટ્યા તો
તૂટ્યા કોઈનાં નેવાં

લોહી નિતરતી પાંખો ના પણ ચકળવકળ છે ડોળા
આમ ટપક્યાં ક્યાંથી ચિચિયારીના ટોળા?

કોકની નંદવાણી ચૂડી તો
કોક કુંખ ગઈ સળગી
જીવતી લાશો પોક મૂકીને
રડે છે બાથે વળગી

પાણિયારે છલકે છે જો રક્ત છલકતા ગોળા,
આમ અચાનક ટપક્યાં ક્યાંથી ચિચિયારીના ટોળા?