અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/અશોક ચાવડા 'બેદિલ'/પર્ણમાં

Revision as of 11:12, 22 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પર્ણમાં|અશોક ચાવડા 'બેદિલ'}} <poem> ડાળખીથી સાવ છૂટાં થૈ ગયેલા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


પર્ણમાં

અશોક ચાવડા 'બેદિલ'

ડાળખીથી સાવ છૂટાં થૈ ગયેલાં પર્ણમાં;
કેટલા નીચા તમે મૂક્યા અમોને વર્ણમાં.
કૂખ કુંતીની જ કારણ દેહનું તોયે છતાં,
પાર્થમાં ગણના તમારી ને અમારી કર્ણમાં.
૧૦-૦૧-૧૯૯૮