ધીરેન્દ્ર મહેતાની કવિતા/ત્રણ એકાન્ત

Revision as of 03:23, 20 February 2026 by Meghdhanu (talk | contribs)
૨૬.
ત્રણ એકાન્ત

પંખી તો ઊડ્યું,
રણઝણતું રહ્યું
એકાન્ત શાખે!
*
આખીયે રાત
કંસારી ને તમરાં
એકાન્ત ખોદે!
*
બંધ બારણે
હવા પછાડે માથું
બારીઓ હસે!
૨૩-૧૦-’૭૯