નયન હ. દેસાઈની કાવ્યસંપદા/આંખોમાંથી લાગ જોઈ...

Revision as of 17:05, 22 February 2026 by Meghdhanu (talk | contribs) (+૧)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
આંખોમાંથી લાગ જોઈ

આંખોથી લાગ જોઈ ભટકવાનું હોય છે ટહૂકવાતું હોય છે,
એકાદ વૃક્ષ થઈને પલળવાતું હોય છે વરસવાનું હોય છે.

ચકલીની પાંખ થઈને આખું ઘર ઊડે અને કલરવ સુંઘે મને
એવા સમયમાં મોત પટકવાતું હોય છે ઊંચકવાનું હોય છે.

બિલ્લોરી સાંજ શબ્દથી વિંધાય છે પછી કવિતા લખાય છે
સૂરજની આરપાર નીકળવાનું હેય છે સળવળવાનું હોય છે.

આ ઈંતજાર આખરે બારી બની ગયો રસ્તો બની ગયો;
પગરવને શી ખબર કે પહોંચવાનું હેય છે ખખડવાનું હોય છે.

પંદર નવાના કાર્ટ પર આનંદમાં છું હું કુશળ હશો તમે,
શબ્દોના છળકપટને સમજવાનું હોય છે વિસરવાનું હોય છે.

ગાપીપરાની ગેટમાં હાજર થઈ ગયો મારું જ ખૂન કરી;
બીજા ‘નયન’થી મારે ભડકવાનું હોય છે ચમકવાનું હોય છે.