નયન હ. દેસાઈની કાવ્યસંપદા/ઓશીકું હતું ગઝલ

Revision as of 03:06, 23 February 2026 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
ઓશીકું હતું * ગઝલ

સાંજનું આકાશ ને સૂરજનું ઓશીકું હતું,
આપણું એકાંત એ દિવસોમાં પોતીકું હતું.

કોઈ રેસ્તૂરામાં અલ્લડ ધૂનની અક્ષત નદી;
આપમા સહવાસનું મયખાનું જાણીતું હતું.

વાતમાં ને વાતમાં જ્યારે લડી પડતાં હતાં,
યાદ છે, જેની ઘટામાં વૃક્ષ એ લીલું હતું,

વાળને તું સ્કંધ પર એક ઝાટકે ઉછાળતી;
આંથી મહુડા સમું એ દૃશ્ય મેં પીધું હતું.

વેલબુટ્ટા યાદના, સહચર્યની મીઠી મહક;
આ નગરની ધૂળમાં હા! સ્વપ્ન એક ખીલ્યું હતું.