સાહિત્ય પલ્લવ – ભાગ ૧/કૃષ્ણનૃત્ય

Revision as of 06:30, 21 March 2026 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૨. કૃષ્ણનૃત્ય

(રાગ કાલેરાનો હીંડોળો.)

મેહુલો ગાજે ને માધવ નાચે, રૂમઝમ વાજે પાય ઘુઘરડી;
આછાં ચીર ચરણાં ને ચોળી, માથે લીલી લોબરડી.
તાળ પખાજ વજાડે ગોપી, શ્યામ વજાડે વાંસલડી,
દાદુર મોર બપૈયા બોલે, મીઠે સ્વરે બોલે કોયલડી.
ધન વૃંદાવન, ધન જમુના તટ, ધન કૃષ્ણે અવતાર લિયો; ૫
ધન નરસૈંયાની જીભલડી રે, ધન ધન રાગ કાલેરો કહ્યો.