સાહિત્ય પલ્લવ – ભાગ ૧/થાળ ૨

Revision as of 06:03, 22 March 2026 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

મારે ઘેર આવજો માવા, ભાવે તો ઢેબરું ખાવા.
બાજરીનાં બે ઢેબરાં કીધાં, તળિયાં તાતે તેલ;
તલ પાપડ ને કોચલી માંહીં, દહીંનું દડબું મેલ. મારે૰
મારા ખેતરમાં લોંબડી પાકી, આવી કૂમતડેલ;
કાળંગડીનું શાક ખાઓ તો, ઓ દીસે છે વેલ. મારે૰ ૫
બાજરીનાં બે ઢેબરાં કીધાં, ઘીએ મેલ્યાં વાહી;
કર જોડીને કહે કુબેરો, ભવાનદાસનો ભાઈ. મારે૰
—કુબેર