સાહિત્ય પલ્લવ – ભાગ ૩/સૌભાગ્યનિધિ ગૌતમ

Revision as of 01:38, 14 April 2026 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
નિવેદન

સૌભાગ્યનિધિ ગૌતમ

જિમ સહકારે કોયલ ટહુકે, જિમ કુસુમહ - વન પરિમળ બહેકે, જિમ ચંદન સોગંધનિધિ, જિમ ગંગાજળ લહેરે લહકે, જિમ કનકાચળ તેજે ઝળકે, તિમ ગૌતમ સોભાગનિધિ. જિમ માનસસર નિવસે હંસા, જિમ સુરવર શિર કનક’વતંસા, જિમ મધુકર રાજીવવને, જિમ રતનાકર રતને વિલસે, જિમ અંબર તારાગણ વિકસે, તિમ ગૌતમ ગુણ- કેલિવને. પુનિમનિશિ જિમ શશિયર સોહે, સુરતરુ મહિમા જિમ જગ મોહે, પૂરવદિશિ જિમ સહસકરો, પંચાનનિ જિમ ગિરિવર રાજે, નરપતિઘર જિમ મયગલ ગાજે, તિમ જિનશાસન મુનિપ્રવરો. જિમ સુરતરુવર સોહે શાખા, જિમ ઉત્તમ મુખ મધુરી ભાષા, જિમ વન કેતકી મહમહે એ! જિમ ભૂમિપતિ ભૂજબળ ચમકે, જિમ જિનમંદિર ઘંટા રણકે, ગૌતમ લબ્ધે ગહગહે એ! ધન માતા જિણિ ઉદરે ધરિયા, ધન્ય પિતા જિણ કુળ અવતરિયા, ધન સદ્ગુરુ જિણિ દીખિયા એ! વિનયવંત વિદ્યાભંડારા, જસ ગુણ પૃથ્વી ન લભિ પારા, સિદ્ધિ વૃદ્ધિ કલ્યાણ કરો, વડ જિમ શાખા વિસ્તરો એ!

સ્વાધ્યાય

૧. આમાંની ઉપમાઓ જુદી તારવો.
૨. કાવ્ય કંઠે કરો.
૩. તમને કઈ છ લીટી સૌથી વધુ ગમી તે કારણ આપી દર્શાવો.