સાહિત્ય પલ્લવ – ભાગ ૩/પૂજાલાલ

Revision as of 03:07, 15 April 2026 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
પૂજાલાલ

[કવિએ પોતાના દાદા માટે લખેલું આ કાવ્ય બીજા કોઈ પણ ભલા દાદાને લાગુ પડી શકે એવું છે. કવિશ્રી નાનાલાલે પોતાના પિતા (અને માતા) માટે એક લાંબું કાવ્ય લખેલું છે. તેમાં પણ આવા જ ભાવો છે. દાખલા તરીકે, શ્રી. પૂજાલાલ પોતાના દાદાના હૃદયને વર્ણવતાં કહે છે : ‘હતું એ હૈયું તો ગહનરસ ગંભીર દરિયો.’ તો શ્રી. નાનાલાલ પોતાના પિતાને માટે કહે છે, ‘દેવોના ધામના જેવું હૈયું જાણે હિમાલય.’ તેમ શ્રી. પૂજાલાલ દાદાને ‘વિપુલ વડના ઝુંડ સરખા’ કહે છે, તો શ્રી. નાનાલાલ પિતાને માટે ‘છાયા તો વડલા જેવી, ભાવ તો નંદના સમા’ એવી પંક્તિ આપણને આપે છે. એક જ વિષય ઉપરનાં કાવ્યોમાં એક જ ભાવને જુદી જુદી રીતે વ્યક્ત કરવામાં કવિઓ જે કુશળતા વાપરે છે તેનો આ પંક્તિઓ સરખાવતાં સહેજે ખ્યાલ આવશે. આવાં બીજાં સામ્યો શોધી કાઢશો? માના મીઠા અધર - માતાના હોઠમાં જે મૃદુતા અને પ્રેમ દેખાય તે અમને દાદાના ઘડપણને લીધે નાજુક દેખાતા હોઠમાં દેખાતાં; અને દાદાની પ્રત્યેક રેખામાં અમને અમારા પિતાના મુખનું સામ્ય દેખાતું. ૨૧. પ્રેમપાયે – પ્રેમરૂપી પાયો (foundation).]