સાહિત્ય પલ્લવ – ભાગ ૩/સુંદરજી બેટાઈ

Revision as of 10:17, 19 April 2026 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
સુન્દરજી બેટાઈ

[કવિનું વતન દ્વારકા પાસેના બેટમાં હોઈ, દ્વારકાની નદી ગોમતીનો તેમને પ્રત્યક્ષ પરિચય છે. ઈ.સ. ૧૯૩૨માં એ નદીમાં રેતીના બંધ રચાઈ જતાં સમુદ્રનું પાણી અંદર આવતું અટકી ગયું. ગોમતી સમુદ્રના પાણીથી જ ગોમતી બનતી. એટલે પાણી વિના એની શી સ્થિતિ થઈ હશે તે કહેવા કરતાં કલ્પવું વધુ સહેલું છે.

સદ્ભાગ્યે એ વેળુબંધ પાછળથી તૂટી ગયો હતો અને ગોમતી પહેલાંની જેમ જ હવે પ્રસન્ન જળપૂર્ણાં બની ગઈ છે – પણ કવિએ આ કાવ્ય લખ્યું ત્યારે તો તે એ અણધારી આવી પડેલી આપત્તિમાં જ હતી.

૧. ૮. અમરપંખિણી – ઉષા. ૧૫. વિલોલ -તરંગવાળી. ૨૦. ઉડુ - તારા. ૨૫. સલિલઊર્મિ – પાણીનાં મોજાં,

૨. કેડી – ભજનની ઢબનાં કાવ્યો લખવાની આપણી જૂની પરંપરા આપણા કવિઓએ તદ્દન છોડી નથી દીધી તેનો આ એક સારો નમૂનો છે. કેડીનો વાચ્યાર્થ પગરસ્તો થાય. પણ આ ભજન રૂપકરૂપે હોઈ કેડીનો કોઈ વિશેષાર્થ કરવાનો રહે છે. આત્મા માટેની કેડી — જીવનના પરમ ધ્યેય પ્રતિ લઈ જતી કેડી – એવા અર્થમાં કાવ્યને સમજવાનો યત્ન કરી જોતાં અર્થ સ્પષ્ટ થશે. ૭. પરમાણી - માપીને ૧૦ આરત -આર્તિ, વેદના. ૧૫. પૂરવ પ્રવાસી - આગળ ગયેલા યાત્રીઓ. ૧૯. મારગ-પ્રવાસી—બ્રહ્મમાર્ગના પ્રવાસી. ૨૦ હંસલા -સદાત્મા. (સર૰ ‘જૂનું થયું રે દેવળ જૂનું થયું, મારો હંસલો નાનો ને દેવળ જૂનું થયું.’ મીરાંબાઈ.) ૨૧. જીવનની જ્યોતિએ ઝંખાતી —એ કેડી કયા પ્રકાશથી જોઈ શકાય છે? તો કવિ કહે છે કે જીવનની જ્યોતિ એ જ એ કેડી ઉપરના દીપક કે ધ્રુવતારક જેવી થઈ પડે છે.]