સાહિત્ય પલ્લવ – ભાગ ૩/રમણલાલ દેસાઈ

Revision as of 12:15, 19 April 2026 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
રમણલાલ દેસાઈ

[‘પૂર્ણિમા’માંનું આ એક પ્રકરણ શ્રી. રમણલાલ દેસાઈની શૈલીના એક લાક્ષણિક નમૂના જેવું છે. જે પાત્રો એ ચીતરે છે તે પૂરા સમભાવપૂર્વક, ચીતરાયાં હોય છે; એ હકીકત આ પ્રકરણમાંનાં રમા, અવિનાશ અને રજનીને જોતાં જણાશે. આપણા નવા જમાનાએ સ્ત્રીઓને ઘરના રાંધણિયામાંથી બહાર કાઢી વધુ છૂટથી પુરુષો સાથે હળતી મળતી બનાવી છે, એને પરિણામે જીવન કેવું સ્વાભાવિક અને મધુર બન્યું છે તે આ પ્રકરણમાંના જરાક વધુ પડતા ચબરાક લાગે એવા સંવાદોથી જણાશે. રજની કેવી સ્વાભાવિક રીતે વિનોદ કરી શકે છે, પતિપત્ની વચ્ચે કેવો મીઠો મેળ છે, અને એ મેળ અન્યોન્ય માટે કેવો મજાનો વિનોદ પ્રેરી શકે છે, તેમ અવિનાશ અને રજની વચ્ચેની સ્નેહગાંઠ કેવી સુન્દર છે તે આ પ્રકરણ બતાવે છે. શ્રી. રમણલાલની અનેક નવલકથાઓમાં વેરાયેલી પડી ચિન્તનકણિકાઓએ આ નાના પ્રકરણની શરમ રાખવા જેટલી દરકાર જરૂરની નથી લેખી અને કેવી તે જુદી જુદી જગ્યાએ આરામથી ગોઠવાઈ ગઈ છે!]