ગુજરાત વિદ્યાપીઠની ગુજરાતી શોધનિબંધ સંદર્ભસૂચિ/સર્જકલક્ષી

Revision as of 02:53, 19 May 2026 by Meghdhanu (talk | contribs)
૧. સર્જકલક્ષી


૧. શીર્ષક : કવિશ્રી બાલમુકુન્દ દવેની સાહિત્ય – સાધના
સંશોધક : સુભદ્રાબહેન એમ. પટેલ
માર્ગદર્શક : ડૉ. જયંતીભાઈ એમ. પટેલ
સંશોધન વર્ષ : ઈ.સ. ૧૯૯૨

ટૂંકસાર :

પ્રસ્તુત શોધનિબંધ પાંચ પ્રકરણોમાં વિભાજિત છે. ગુજરાતીનાં જાણીતા કવિ તથા સાહિત્યકાર શ્રી બાલમુકુન્દ દવેની સાહિત્યસૃષ્ટિનો અભ્યાસ અહીં રજૂ કરાયો છે. બાલમુકુન્દ દવેનો જન્મ, ઉછેર, બાળપણ, ઘડતર પરિબળો, સમકાલીન દેશકાળ વગેરેનો વિગતે પરિચય અહીં અપાયો છે. બાલમુકુન્દ દવેની કવિતા (બાળકાવ્યો સિવાય), તેમનું ગદ્યસાહિત્ય, વિવેચન સાહિત્ય વગેરેનો અભ્યાસ અહીં રજૂ થયો છે. અંતે સંદર્ભસૂચિ રજૂ કરી છે.