સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/જુગતરામ દવે/ચકલી

Revision as of 13:00, 31 May 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<Poem> આવીને ઊડી ના જઈશ, ઓ ચકલી! આવીને ઊડી ના જઈશ! તને ચપટી ચવાણું દઈશ, ઓ ચ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

આવીને ઊડી ના જઈશ,
ઓ ચકલી! આવીને ઊડી ના જઈશ!
તને ચપટી ચવાણું દઈશ,
ઓ ચકલી! આવીને ઊડી ના જઈશ!
તને ખોબલે પાણી પાઈશ,
ઓ ચકલી! આવીને ઊડી ના જઈશ!
તને ધૂળમાં રમવા દઈશ,
ઓ ચકલી! આવીને ઊડી ના જઈશ!
તને ખોળામાં બેસવા દઈશ,
ઓ ચકલી! આવીને ઊડી ના જઈશ!
તને ઘરમાં રહેવા દઈશ,
ઓ ચકલી! આવીને ઊડી ના જઈશ!
તને માળો બાંધવા દઈશ,
ઓ ચકલી! આવીને ઊડી ના જઈશ!
તારાં બચ્ચાંને ઊભી ઊભી જોઈશ,
ઓ ચકલી! આવીને ઊડી ના જઈશ!