કાવ્ય-આચમન શ્રેણી – સુન્દરમ્/૨૬. બક્ષિસ

Revision as of 09:31, 2 August 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૨૬. બક્ષિસ| સુન્દરમ્}} <poem> રાજાના દરબારમાં રસિકડી મેં બીન છે...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૨૬. બક્ષિસ

સુન્દરમ્

રાજાના દરબારમાં રસિકડી મેં બીન છેડી અને
તેં તારા ઠમકારથી સકળનાં ચોરી લીધાં ચિત્તને,
રાજા ત્યાં હરખ્યો, સભા ખુશ થઈ: ‘માગી લિયો ચાહ્ય સો.’
બંને આપણ થંભિયાં પણ ન કૈં સૂઝ્યું જ શું માગવું,
ને પાછાં હસી આપણે મનભરી ગાયા બજાવ્યા કર્યું.

૧૫-૫-૧૯૩૩

(વસુધા, પૃ. ૧૭૪)