મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/પદ (૨૩)

Revision as of 09:41, 6 August 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પદ (૨૩)|રમણ સોની}} <poem> સખી! આજની ઘડી રળિયામણી રે, મારાે વહાલાે...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


પદ (૨૩)

રમણ સોની

સખી! આજની ઘડી રળિયામણી રે,
મારાે વહાલાેજી આવ્યાની વધામણી જી રે.
સખી૦
પારાે પારાે, સાેહાગણ! સાથિયાે રે,
ઘેર મલપતાે આવે હરિ હાથિયાે જી રે.
સખી૦
સખી! લીલુડા વાંસ વઢાવીઅ રે,
મારા વહાલાજીનાે મંડપ રચાવીઅે જી રે.
સખી૦
સખી! માેતીડે ચાેક પુરાવીઅે રે,
આપણા નાથને ત્યાં પધરાવીઅે જી રે.
સખી૦
સખી! જમુનાજીનાં જળ મંગાવીઅે રે,
મારા વહાલાજીના ચરણ પખાળીઅે જી રે.
સખી૦
સહુ સખીઆે મળીને વધાવીઅે રે,
મારા વહાલાજીને મંગળ ગવરાવીઅે જી રે.
સખી૦
સખી! રસ આ મીઠડાથી મીઠડો રે,
મહેતા નરસૈંયાનો સ્વામી દીઠડો જી રે.
સખી૦