મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/પદ (૨૪)

Revision as of 09:49, 6 August 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પદ (૨૪) |રમણ સોની}} <poem> હળવે હળવે હરજી મારે મંદિર આવ્યા રે, મોટ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


પદ (૨૪)

રમણ સોની

હળવે હળવે હરજી મારે મંદિર આવ્યા રે,
મોટે મોટે મોટે મેં તો મોતીડે વધાવ્યા રે.

કીધું કીધું કીધું મુને કાંઈક કામણ કીધું રે,
લીધું લીધું લીધું મારું મન હસીને લીધું રે.

ભૂલી ભૂલી ભૂલી હંુ તો ઘરનો ધંધો ભૂલી રે,
ફૂલી ફૂલી ફૂલી હંુ તો હરિમુખ જોઈ ફૂલી રે.

ભાગી ભાગી ભાગી મારા ભવની ભાવટ ભાગી રે;
જાગી જાગી જાગી હંુ તો હરિને સંગે જાગી રે.
પામી પામી પામી હંુ તો મહાપદવીને પામી રે,
મળિયો મળિયો મળિયો મહેતા નરસૈંયાનો સ્વામી રે.