મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ભાલણ પદ (૧૦)

Revision as of 11:34, 6 August 2021 by MeghaBhavsar (talk | contribs)


પદ (૧૦)

રમણ સોની

ગોવિંદ ગોકુલ સામું જુઓ
ગોવિંદ ગોકુલ સામું જુઓ, મુક્તિતણો હરિ દીજે દુઓ.          ગોવિંદ ૧
અનેક વા’લા થાએ તમારે પ્રાણજીવન તમો એક અમારે.          ગોવિંદ ૨
મેં ઘર માયા સર્વ છોડી, પ્રીત પીતાંબર તુજાશું માંડી.                   ગોવિંદ ૩
કુબ્જા સરખાં કોટિક આણો, અમને પોતાનાં કરી જાણી.          ગોવિંદ ૪
અવગુણ પાખે નવ પરહરિયે, ત્યજીએ તેનું મન કાં હરિયે.          ગોવિંદ ૫
મુહૂર્ત-માત્ર મળ્યાની સગાઈ, સાધુ ન છાંડે હળધર ભાઈ.          ગોવિંદ ૬
લોકમાંહે દુખ કહેતી લાજું, એક વાર આવો તો ગાજું.          ગોવિંદ ૭
દૈવ કઠિન મુને મરણ ન આપે, વિરહાનળ મારા તનને તાપે.          ગોવિંદ ૮
નંદ-જશોદાએ મનડું વાળ્યું, નિર્ગુણ જાણીને સગપણ ટાળ્યું.          ગોવિંદ ૯
જાણું છું હરિ ક્યાંથી આવે, જેને નગરની નારી ભાવે.          ગોવિંદ ૧૦
સીતા સરખીને તમો મેલી, ભાલણપ્રભુ હું થઈ છું ઘેહેલી.          ગોવિંદ ૧૧