મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ભાલણ પદ (૧૨)

Revision as of 11:41, 6 August 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પદ (૧૨)|રમણ સોની}} <poem> મૈયા બાવરી થઈ રે મૈયા બાવરી થઈ રે, મૈયા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


પદ (૧૨)

રમણ સોની

મૈયા બાવરી થઈ રે
મૈયા બાવરી થઈ રે, મૈયા બાવરી થઈ;
પ્રભુને લૂગડે લપેટ્યા, લાલ દીઠા નહિ રે.          મૈયા

હેલી ગોદમાં ઘાલીને, હીંડે બા’ર માનો;
એવો ચંચળ ચકોર, રહ્યો કેમ છાનો.          મૈયા

હેલી આશ્ચર્ય એવું, તે શું કહેવું તુંને;
આવો ચંચળ ચકોર, બાળ વરસે કોને મૈયા.          મૈયા

પરબ્રહ્મ પરાક્રમ, નથી જાણ્યું થોડું;
એવું સરજ્યું હશે, વિરચીએ વિશ્વમાં સીડું.          મૈયા

શિવસનકાદિક ઈમચવે, જે વ્યાપ્યો ચૌદે લોક;
વળી કેશ આવે નેત્રમાં, તો ઊંચા કરે કોક.          મૈયા

હેલી શાં તપ કીધાં માતાએ, ઓછંગે મહાલે;
ભાલણપ્રભુ રઘુનાથ, માતાનો પાલવ ઝાલે.          મૈયા