મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/મીરાં પદ (૨૧)
Revision as of 06:08, 7 August 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પદ (૨૧)|રમણ સોની}} <poem> ચાલને સખી ચાલને સખી મારો શ્યામ દેખાડું,...")
પદ (૨૧)
રમણ સોની
ચાલને સખી
ચાલને સખી મારો શ્યામ દેખાડું, વૃંદાવનમાં ફરતો રે,
નખશિખ સુધી હીરાને મોતી, નવનવા શણગાર ધરતો રે.::: ચાલ
પાંપણ પાઘ કલંકી તોરો, શિર પર મુકુટ ધરતો રે;
ઘેનુ ચરાવે ને બેનુ બજાવે, મન મારાને હરતો રે.::: ચાલ
રૂપને સંભારું કે ગુણને સંભારું, જીવ રણછોડમાં ભમતો રે;
મીરાં કહે પ્રભુ ગિરિધર નાગર, શામળિયો કુબજાને વરતો રે.::: ચાલ