મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/કડવું ૪

Revision as of 08:33, 7 August 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કડવું ૪|રમણ સોની}} <poem> રોષે ભરીયો રાજા જાયજી, તપ જ્યાં કરે છે...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


કડવું ૪

રમણ સોની

રોષે ભરીયો રાજા જાયજી, તપ જ્યાં કરે છે મહા રૂષીરાયજી.

ઢાળ
રૂષીજન જઈને જગાડીયો, ને ઉઠાડ્યા તહાં રૂક્ષ;
તે ઉઠીને બેઠો થયો, મનમાં આણીને દુ:ખ.
ત્યાં વિશ્વામિત્ર ક્રોધે વદે, હું દઈશ તુજને શાપ;
મારૂં તપ ખંડન કાં કર્યુ, મુને જગાડ્યો શા માટ.
વળતો તે રાજા બોલીયો, સાંભળો વિશ્વામિત્ર;
અબળા સાથે બલ કરે, તું ગાધીરાયનો પુત્ર.
તારે જે જોઈએ તે લે વિચારી, માગતાં આપું તેહ;
રૂષીરાજ વળતો બોલીયો, રાય વચન પાળજે એહ.
વલણ
પાળજે સત્ય વચન તારૂં, રૂષીરાજ એમ બોલીયો;
તત્ક્ષણ ત્યાંથી તપ તજીને, બ્રહ્મ સદનમાં આવીયો.