મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/સ્તુતિ

Revision as of 07:25, 10 August 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|સ્તુતિ | રમણ સોની}} <poem> પ્રથમે પ્રણમું ગિરજાનું બાલ જી, શંભુ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


સ્તુતિ

રમણ સોની

પ્રથમે પ્રણમું ગિરજાનું બાલ જી,
શંભુજીનો સુત છે સુંઢાલ જી;
એકદંતો દુંદ વિશાલ જી,
માઆ કરો મુજને દેવદઆલ જી.          [૧]
ચાલ
માઆ મુજને કીજીએ, જશ દીજીએ માહા પ્રૌઢ;
હું મુજ મતિ તુજને સ્તવું, મત માહારી છે મૂઢ.          [૨]