મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ વિચાર અંગ

Revision as of 12:05, 10 August 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|વિચાર અંગ | રમણ સોની}} <poem> દીઠાને વળગે સહુ ભૂર, વણદીઠું વેધે ત...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


વિચાર અંગ

રમણ સોની

દીઠાને વળગે સહુ ભૂર, વણદીઠું વેધે તે શૂર.
દૃષ્ટિપદારથ જૂઠો થશે, વૈકુંઠ આદ્યે સર્વે જશે.
ધ્યાન ધર્યે દીસે જંજાળ, અખા નોહે એ હરિની ભાળ.          ૪૦૯

વર્ણાશ્રમે શું વળગે અંધ? જાણ એ માયાના બંધ.
લહેરે વળગ્યો કો નવ તર્યો, નિજબળ આવ્યું તે ઊગર્યો.
હાડચર્મ કાં દેખે, ભૂર? આખા બ્રહ્મ રહ્યો ભરપૂર.          ૪૧૪