મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ છપ્પા ૩

Revision as of 05:49, 11 August 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|છપ્પા ૩| રમણ સોની}} <poem> અનુકરમે કહું એહ જેહ છે પરપંચ પારે, :::: ત...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


છપ્પા ૩

રમણ સોની

અનુકરમે કહું એહ જેહ છે પરપંચ પારે,
તત્ત્વમસિ પદ જેહ તેહ કહું વાણી-ઉચારે;
કૈવલ્ય-ઈશ્વર-જીવ, જાય ગુણ તત્ત્વ જ ધારે (યેં).
જ્ઞાન-ભક્તિ-વૈરાગ્ય-ઘર, બોલે અખો વાણી અમળ;
ભાષા બ્રહ્મવિચાર વિધ્ય સમઝે તો નર જળ-કમળ.