મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /યશોવિજય પદ ૨

Revision as of 06:53, 11 August 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પદ ૨| રમણ સોની}} <poem> ર. સુમતિનાથ ગુણ શું મિલીજી સુમતિનાથ ગુણ શ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


પદ ૨

રમણ સોની

ર. સુમતિનાથ ગુણ શું મિલીજી
સુમતિનાથ ગુણ શું મિલીજી, વાધે મુજ મન પ્રીતિ,
તેલબિંદુ જિમ વિસ્તરે જી, જલમાંહી ભલી રીતિ,
સોભાગી જિન શું લાગ્યો અવિહડ રંગ.          ૧
સજ્જનશું જે પ્રીતડી જી, છાની તે ન રખાય,
પરિમલ કસ્તૂરી તણોજી મહી માંહી મહકાય
સોભાગી. ૨
અંગુલિએ નવિ મેરુ ઢંકાયે, છાબડીએ રવિ-તેજ,
અંજલિમાં જિમ ગંગ ન માયે, મુજ મન તિમ પ્રભુ-હેજ.
સોભાગી. ૩
હુઓ છીપે નહીં અધર અરુણ જિમ, ખાતાં પાન સરંગ,
પીવત ભર ભર પ્રભુગુણ પ્યાલા, તિમ મુજ પ્રેમ અભંગ.
સોભાગી. ૪
ઢાંકી ઈક્ષુ પરાળશું જી, ન રહે લહી વિસ્તાર,
વાચક ‘જસ’ કહે પ્રભુ તણોજી, તિમ મુજ પ્રેમ-પ્રકાર.
સોભાગી. ૫