મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /ઢાલ ૧૭
Revision as of 07:28, 11 August 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ઢાલ ૧૭| રમણ સોની}} <poem> આવ્યાં વાહણ સોહામણાં હો, ઘોઘા વેલાકુલ;...")
ઢાલ ૧૭
રમણ સોની
આવ્યાં વાહણ સોહામણાં હો, ઘોઘા વેલાકુલ;
ઘરઘર હુઆં વધામણાં, શ્રી સંઘ સદા અનુકુલ. હરખિત૦ ૧૩
ઈણ પરિ જેહના દ્રવ્યનો હો, આવ્યો પ્રભુને ભોગ;
સાયરથી મોટું કર્યું, તે જિહાજ મિલિ સવિ લોગ. હરખિત૦ ૧૬
એ ઉપદેશ રચ્યો ભલો હો, ગર્વ–ત્યાગ હિત કાજ;
તપગચ્છ ભૂષણ સોહતા, શ્રી વિજયપ્રભ સૂરિરાજ. હરખિત૦ ૧૭
શ્રી નયવિજય વિબુધ તણો હો, સીસ ભણે ઉલ્લાસ;
એ ઉપદેશે જે રહે, તે પામે સુજસ વિલાસ. હરખિત૦ ૧૮
વિધુ મુનિ સંવત જાણિએ હો, તેહજ વર્ષ પ્રમાણ;
ઘોઘા બંદિરે એ રચ્યો, ઉપદેશ ચઢ્યૌ સુપ્રમાણ. હરખિત૦ ૧૯