મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /રણયજ્ઞ કડવું ૧

Revision as of 05:38, 13 August 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કડવું ૧| રમણ સોની}} <poem> રાગ કેદારો શ્રી ગણપતિને શિર નામી રે, સ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


કડવું ૧

રમણ સોની

રાગ કેદારો
શ્રી ગણપતિને શિર નામી રે, સમરું સીતનો સ્વામી રે;
રઘુનંદન બહુનામી રે: નિર્મળ વાણી આપીએ રે.          ૧
ઢાળ
વર્ણવું લીલા રઘુપતિની, વિમળ વાલ્મીકવાણી;
ભણે સુણે જે ભાવ-શું ધન્ય ધન્ય તે પ્રાણી.          ૨

શ્રીરામકથારસ પ્રેમે ન પીધો, તો દેહ ધર્યો શું કરવા?
એળે જનમ ખોયો અપરાધી, આવ્યો જનુની-જોબન હરવા!          ૩

વલણ
સાર શાસ્રપુરાણનું શ્રીભાગવત-રામચરિત્ર રે;
પ્રેમાનંદપ્રભુ રામનામે થાયે દેહ પવિત્ર રે.          ૧૦