મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/પદ (૨)

Revision as of 04:45, 14 August 2021 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


પદ (૨) - બાળલીલાનાં પદોમાંથી

નરસિંહ મહેતા


નંદનું આંગણું પરમ રળિયામણું, સદા રે સોહામણું કૃષ્ણે કીધું; જાણે વૈકુંઠ-કૈલાસ-બ્રહ્મસદનથી, ઇંદ્રના ભવનથી અધિક સીધું.

નંદનું૦

સકળ તીરથ જિહાં વાસ વસે વિઠલો, ઇંદ્ર-અજ-ઈશ ને દેવ સઘળા; ભક્ત વિના ભૂધરો વશ નહીં કોઈને, એક તે એકથી અધિક સબળા.

નંદનું૦

માત ઊભાં હસે, નાથ સંમુખ ધસે, દાસ વસે તિહાં પ્રેમ-પ્રીતે; ભણે નરસૈંયો ગોકુળ પ્રગટિયા, બાળલીલા રમે એણી રીતે.

નંદનું૦