મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/મીરાં પદ (૧૮)

Revision as of 05:56, 14 August 2021 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


પદ (૧૮)

મીરાં

ઉપાડી ગાંસડી વેઠની રે
ઊપાડી ગાંસડી વેઠની રે, કેમ નાખી દેવાય?
એ છે રણછોડરાય શેઠની રે, કેમ નાખી દેવાય?
એ છે શામળશા શેઠની રે, કેમ નાખી દેવાય?
ઊની ઊની રેતીમાં પગ બળે છે:
લૂ વાય છે માસ જેઠની રે; કેમ નાખી દેવાય?
મીરાં કહે પ્રભુ ગિરિધર નાગર,
મને લગની લાગી છે ઠેઠની રે: કેમ નાખી દેવાય?