મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ છપ્પા ૨૧

Revision as of 06:56, 14 August 2021 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


છપ્પા ૨૧

અખાજી

(કો) કરતા દીસે ગાન, જ્ઞાનને સાધન માને;
(કોહોને) વર્ણાશ્રમ-અભિમાન, દાન દે મુજ સમાને.
કો સાધે અષ્ટાંગ, સાંગ કાયાકૃત્ય જાણે;
કો કરે પૂજન દેવ, સેવ્ય અધિકતા આણે.
એ સહુ કાયાકલેશ છે, મન માનીનતા એ સહી;
અખા તક્રના પાનથી અલંતા ઊપજે નહીં.