મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /રણયજ્ઞ કડવું ૧

Revision as of 07:56, 14 August 2021 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


કડવું ૧

પ્રેમાનંદ

રાગ કેદારો
શ્રી ગણપતિને શિર નામી રે, સમરું સીતનો સ્વામી રે;
રઘુનંદન બહુનામી રે: નિર્મળ વાણી આપીએ રે.          ૧
ઢાળ
વર્ણવું લીલા રઘુપતિની, વિમળ વાલ્મીકવાણી;
ભણે સુણે જે ભાવ-શું ધન્ય ધન્ય તે પ્રાણી.          ૨

શ્રીરામકથારસ પ્રેમે ન પીધો, તો દેહ ધર્યો શું કરવા?
એળે જનમ ખોયો અપરાધી, આવ્યો જનુની-જોબન હરવા!          ૩

વલણ
સાર શાસ્રપુરાણનું શ્રીભાગવત-રામચરિત્ર રે;
પ્રેમાનંદપ્રભુ રામનામે થાયે દેહ પવિત્ર રે.          ૧૦