મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /મોસાળાચરિત્ર ૨

Revision as of 09:39, 14 August 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| ૨|વિશ્વનાથ}} <poem> ઉઘડકી ઊઠિયો વેગે વૈકુંઠપતિ, ‘ગરુડ ક્યાં,’...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


વિશ્વનાથ

ઉઘડકી ઊઠિયો વેગે વૈકુંઠપતિ,
‘ગરુડ ક્યાં,’ ‘ગરુડ ક્યાં’, વદત વાણી;
‘ચાલ ચતુરા’ ‘ચતુર્ભુજ ભણે’ ભામની,
નેષ્ટ નાગરે માહારી ગત ન જાણી.          ઉધડકી૦

જન ઘણા ઠગ ફરે, ગયા વના નવ સરે,
રિદ્ધ સિદ્ધ આગળ કરીને જાઓ;
નરસૈયો નાગરો ભક્ત માહરો ખરો,
છાબ તાહાં જૈ ભરો, શીઘ્ર થાઓ.          ઉધડકી૦

સાવટું સૂત્ર પટકુલ સોવરણ કશી,
રંગ નાના તણી રેલ વાહો;
આપણો નાગરો હાથ મસ્તક ધરો,
હેત આણી તેને હાથે સાહો.          ઉધડકી૦
દેશ-પરદેશની ભાત જે જે ભલી,
એકથી એક જે અધિકાં જાણો;
સ્વપ્ને જે નવ મળે, નામ કો નવ કળે,
અંગ આળસ તજી તેહ તણો.          ઉધડકી૦

હેમ હથસાંકળાં, નંગ નિરમલ ભલાં,
સરસ શણગાર જે સૃષ્ટિ સારો;
રીત ને ભાત રોકડ રખે વીસરો,
દીન થઈ કરગરે દાસ માહારો.          ઉધડકી૦

છાબ મંડપ ધરી, મેહેતો મુખ ક્હે ‘હરિ’
કુંઅરી, કમળા, જઈ રાખ્ય રોતી;
ભક્તનો ભાવ પૂરણ કર્ય ભામની,
સરસ સીમંતની રીત સોહોતી.          ઉધડકી૦

એક માગે તો અગિયારગણું આપીએ,
આપણા ઘર તણી રીત, રામા;"
એહેવું કહી શીઘ્ર આવી ઉભા રહ્યા,
વિશ્વ ઠગ કરે જાુએ રે કામા.          ઉધડકી૦

અમર અજ ઇંદ્ર જે સ્વપ્ને દેખે નહીં,
‘માગ્ય મુખ’ બોલતા વેગે વાણી;
નરસૈનો નાથ લક્ષ્મી સહિત આવીયો,
તેણે અણગણી ગાંઠડી સાથ આણી.          ઉધડકી૦