મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /ઉદયરત્ન પદ ૧

Revision as of 10:19, 14 August 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પદ ૧| ઉદયરત્ન}} <poem> નરભય નયર સોહામણું, વણઝારા રે; પામીને કરજે...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


પદ ૧

ઉદયરત્ન

નરભય નયર સોહામણું, વણઝારા રે;
પામીને કરજે વ્યાપાર, અહો મોરા નાયક રે.

સત્તાવન સંવતતણાં; વણ પોઠી ભરજે ઉદાર.          અહો
શુભ પરિણામ વિચિત્રના; વણ કરિયાણા બહુ મૂલ.          અહો
મોક્ષ નગર જાવા ભણી; વણ કરજે ચિત્ત અનુકૂલ.          અહો
ક્રોધ દાવાનલ ઓલવે; વણ માન વિષમ ગિરિરાજ.          અહો
ઓલંગજે હલવે કરી; વણ સાવધાન કરે કાજ.          અહો
વંશજાલ માયાતણી; વણ નાવ કરજે વિશ્રામ.          અહો
ખાડી મનોરથ ભવતણી; વણ પડણનું નહીં કામ.          અહો
રાગ દ્વેષ બેય ચોરટા; વણ વાટમાં કરશે હેરાન.          અહો
વિવિધ વિરજ ઉલ્લાસથિ; વણ તે હણજે પહેલે ઠામ.          અહો
એમ સર્વ વિધિ વિડારીને; વણ પોહોંચજે શિવપુર વાસ.          અહો
ક્ષય ઉપસમ જે ભાવના; વણ પોઠી ભર્યા ગુણ રામ.          અહો
નાયક ભાવે તે થશે; વણ લાભ હોશેં તેથી અપાર.          અહો
ઉત્તમ વણજ જે એમ કરે; વણ ઉદય નમે વારંવાર.          અહો