મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /ઉદયરત્ન પદ ૨
Revision as of 10:21, 14 August 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પદ ૨|ઉદયરત્ન}} <poem> નેમનાથ સ્તવન બોલ બોલ રે પ્રીતમ મુજ શું બો...")
પદ ૨
ઉદયરત્ન
નેમનાથ સ્તવન
બોલ બોલ રે પ્રીતમ મુજ શું બોલ મેલ આંટો રે;
પગલે પગલે પીડે મુજને, પ્રેમનો કાંટો રે. બોલ ૧
રાજેમતી કહે છોડ છબીલા, મનની ગાંઠો રે;
જિહાં ગાંઠો તિહાં રસ નહિ જિમ શેલડી સાંઠો રે. બોલ ૨
નવ ભવનો મુને આપને નેમજી, નેહનો આંટો રે;
ધોયો કિમ ધોવાય યાદવજી, પ્રીતનો છાંટો રે. બોલ ૩
નેમ - રાજુલ બે મુગતિ પહોતાં, વિરહ નાઠો રે;
ઉદયરત્ન કહે આપને સ્વામી, ભવનો કાંઠો રે. બોલ ૪