મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /માસ ૨

Revision as of 10:25, 14 August 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|માસ ૨ - વૈશાખ|ઉદયરત્ન}} <poem> દુહા વૈશાખે વનરાજિ રે તાજી વિકસી...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


માસ ૨ - વૈશાખ

ઉદયરત્ન

દુહા
વૈશાખે વનરાજિ રે તાજી વિકસી વન;
દેખીને દિલ ઉલસિ મીલવા સાંમલવન.          ૧

મોર્યા દ્રાખના માંડવા, ટોડે નાગરવેલ;
ગુલ્લ પ્રફુલ્લિત મલ્લિકા, ફૂલી રહી ચંપેલ.          ૨

મોગરો મરુઓ મનોહર, જાઈ જૂઈ જાસુલ,
કેતકી કરણી કેવડી, મચકુંદનો નહિ મૂલ.          ૩

ઝગઝગ અંબ લુંબી રહ્યા, કેસુ ફૂલ્યાં વંન;
ફૂલ્યા ગુલાબ તે દેખીને જાગે જોરમદંન.          ૪

વેલિ વાલો નારંગી રે, બહુરંગી વસંત;
વેરણ કોઈલવયણે રે નયણે નીર ઝરંત.          ૫

પરિમલ પુહવી ન માઈ રે, ભમર કરિ ગુંજાર;
કહોને સખી! કિમ વિસરિ આ સમ નેમકુમાર?          ૬

સરોવર સુંદર દીસિ રે, ફૂલ્યા કમલના છોડ;
કંત વિના કુંણ પૂરે રે મુઝ મન કેરા કોડ?          ૭

સાહેલડી રંગરાતી રે માતી રમિ પીઉસંગ;
અનંગના રંગતરંગની વિરહે દાઝે મુઝ અંગ.          ૮
ફાગ
રતિપતિ આપલીલા પ્રકાસી, વિરહણી વિરહને પુર વાસી;
મદછલી માનિની અંગ મોડે, ત્રટત્રટ કંચુકીબંધ ત્રોડે.          ૯